HomeGujaratટંકારાના છતર GIDCમાં દારૂના ગુનામાં સાત મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારાના છતર GIDCમાં દારૂના ગુનામાં સાત મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા તાલુકાના છતર GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાવાના કેસમાં સાતેક મહિનાથી ફરાર રહેલા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે.

માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે, અગાઉ તા. 14 જાન્યુઆરી, 2026ના રોજ છતર GIDC વિસ્તારમાંથી ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના જંગી જથ્થાના ગુનામાં ફરાર આરોપી નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા હાલ રાજકોટમાં હાજર છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટ ખાતે કાર્યવાહી કરી આરોપી નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા (ઉંમર 33 વર્ષ), રહે. ન્યૂ સર્વોદય સોસાયટી, શેરી નંબર-5, નવા થોરાળા તા. જી.રાજકોટવાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીના રિમાન્ડ મેળવવા સહિત ગુનામાં વધુ તપાસ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW