HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુગારધામ પર પોલીસના દરોડા, 10 જુગારી ઝડપાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુગારધામ પર પોલીસના દરોડા, 10 જુગારી ઝડપાયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં જુગારધામો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી પોલીસે કુલ રૂ. 12,680 રોકડ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે યોગીનગર પાછળ આવેલા મફતીયાપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ગોળ કુંડાળું બનાવી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં સુરેશભાઈ દેવકણભાઈ બારૈયા, મુનેશભાઈ લાખાભાઈ સુરેલા, સંજયભાઈ મનુભાઈ સનુરા, રવિભાઈ હરેશભાઈ દેગામા અને આનંદભાઈ અશોકભાઈ સીતાપરાનો સમાવેશ થાય છે. પોલીસે આ સ્થળેથી રૂ. 6,280ની રોકડ રકમ કબજે કરી હતી.

આ ઉપરાંત પોલીસે સામાકાંઠાના ઈન્દિરાનગર વિસ્તારમાં નાળા સામેની શેરીના પટ્ટમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા વધુ પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પ્રવિણભાઈ મનુભાઈ વરાણીયા, રવિભાઈ બાબુભાઈ હમીરપરા, સલીમભાઈ ઉમરભાઈ કટીયા, પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ગોરધનભાઈ કેરવાડીયા અને રવિભાઈ નાથાભાઈ મજેઠીયાનો સમાવેશ થાય છે. પોલીસે આ સ્થળેથી રૂ. 6,400 રોકડ તથા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા.

બંને બનાવોમાં મોરબી સિટી બી-ડિવિઝન પોલીસે તમામ 10 શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW