HomeGujaratમોરબી: કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ‘સ્કાય મૂન સ્પા’ના સંચાલક સામે ફરિયાદ

મોરબી: કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ‘સ્કાય મૂન સ્પા’ના સંચાલક સામે ફરિયાદ

મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ પર આવેલા ‘સ્કાય મૂન સ્પા’ના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી.ની ટીમ ચેકિંગ કામગીરીમાં હતી, તે દરમિયાન પિત્રુકૃપા શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલ સ્કાય મૂન સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પા સંચાલક ત્રિલોકભાઈ ઈશોરભાઈ પાલી (રહે. ઓમકાર રેસિડેન્સી, લીલાપર રોડ, મોરબી) દ્વારા સ્પામાં કાર્યરત બે મહિલા કર્મચારીઓના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ મથકે જમા કરાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા તા. 01/08/2026 થી તા. 30/09/2026 સુધી સ્પા પાર્લરો અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સ્પામાં કામ કરતા કર્મચારીઓની પોલીસ નોંધણી કરાવવી ફરજિયાત છે.

નિયમોનું પાલન ન કરવા બદલ પોલીસે સ્પા સંચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW