HomeGujaratમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા, રૂ.43,100નો મુદામાલ જપ્ત

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા, રૂ.43,100નો મુદામાલ જપ્ત

મોરબીના શક્ત સનાળા રાજપર રોડ પર આવેલી મારૂતિ હોટલવાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શક્ત સનાળા રાજપર રોડ પર મારૂતિ હોટલવાળી શેરીમાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં તેજસભાઈ અરવિંદભાઈ દોશી, નીતેશભાઈ મનહરગીરી ગોસાઈ, મધુસુદનભાઈ વિઠ્ઠલદાસ કુબાવત, મધુસુદન છોટાલાલ ઠાકર, નિલેષભાઈ નાગરદાસભાઈ જોબનપુત્રા અને પ્રદીપભાઈ શાંતીલાલ રાચ્છનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.43,100ની રોકડ રકમ કબજે કરી હતી. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW