HomeGujaratગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીની મનીષા જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીની મનીષા જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

મોરબી: રાજકોટ ખાતે 16 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી ગુજરાત કેસરી સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં મોરબી સનાળાની મનીષા પ્રધ્યુમન જોશીએ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. તેમની આ સિદ્ધિથી મોરબી જિલ્લા સાથે પરિવાર અને તાલીમ ટ્રેનરનું નામ પણ ગૌરવભેર રોશન થયું છે.

મનીષા જોશીની આ સફળતા બદલ પરિવારજનો અને રમતપ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. હવે તેઓ આગામી રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે સઘન તૈયારી કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્તરે પણ મોરબીનું નામ ગાજે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW