મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં ઝડપાયેલા ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખભાઈ વાઘેલા સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલવામાં આવ્યા હતા. જે બાદ મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા મંજૂરી આપવામાં આવતા આરોપી સામે પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
વોરંટની બજવણી બાદ પોલીસે આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખભાઈ વાઘેલા (ઉંમર 23 વર્ષ), રહે. કાલિકાપ્લોટ, શેરી નં. 1, મોરબીને કસ્ટડીમાં લઈ જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.

