ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન જયનગર ગામની તળાવની પાળ પાસે જાહેરમાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી.
પોલીસે સ્થળ પરથી અશ્વિનભાઈ કાળુભાઈ સોલંકી, ગોરધનભાઈ બચુભાઈ સોલંકી અને દર્શથભાઈ રમેશભાઈ સોલંકી, ત્રણેય રહે. જયનગર, તા. ટંકારા,ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂ.7,100 મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડા દરમિયાન એક અજાણ્યો શખ્સ પોલીસને જોઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

