HomeGujaratવાંકાનેરના જોધપરમાં બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં માતા-પુત્રી પર હુમલો,...

વાંકાનેરના જોધપરમાં બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં માતા-પુત્રી પર હુમલો, છ સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના જોધપર ગામે બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી અગાઉની બોલાચાલીની અદાવત રાખી એક મહિલા અને તેની 15 વર્ષની દીકરી સાથે મારામારી કર્યાની ઘટના સામે આવી છે. શાકભાજી લેવા માટે ઘરેથી નીકળેલી માતા-દીકરી પર ગામના જ છ શખ્સોએ લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ જોધપર ગામે રહેતા અને ઘરકામ કરતા ભાનુબેન કિસનભાઈ સોલંકી (ઉં.વ. 35) પોતાની દીકરી શિવાની સાથે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન અગાઉ બાળકોના રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપીઓ વાલાભાઈ દેવાભાઈ રાઠોડ, રાહુલભાઈ હમીરભાઈ રાઠોડ, નાગલબેન વાલાભાઈ રાઠોડ, રેખાબેન રાહુલભાઈ રાઠોડ, કુંજલબેન વાલાભાઈ રાઠોડ અને દેવુબેન હમીરભાઈ રાઠોડે માતા-દીકરી સાથે ઝઘડો કર્યો હતો.

આરોપીઓએ બંને સાથે ગાળાગાળી કરી લાકડાના ધોકા તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે શરીરના વિવિધ ભાગે માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા બાદ આરોપીઓએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઘટનાને પગલે ભાનુબેને વાંકાનેર પોલીસ મથકમાં છેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW