દહેગામ, બુધવાર
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ વહેલી સવારથી સૂસવાટા મારતા ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવા ના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો પણ અનુભવવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હતું બે દિવસ સુધી વાતાવરણ વરસાદી માહોલ વાળું રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડવાની સાથે સૂસવાટા મારતો પવન ફૂંકાઇ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણકે હાલમાં ખેડૂતોને રવી સીઝનની વાવેતરની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયે વરસાદી માહોલના કારણે પાકના અંકુરણ વરસાદી ઝાપટાની અસર થવાથી નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. વાતાવરણમાં ફુંકાઈ રહેલા ભારે પવનના કારણે તેમજ વરસાદી ઝાપટાના લીધે વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ સુધી વાતાવરણ વરસાદી માહોલ વાળુ રહી શકે તેમ જણાવવામાં આવ્યું છે.

