મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી ભાવનાબેન પ્રેમજીભાઈ મનજીભાઈ સોલંકી, રહે. મોરબી-2, માળિયા વનાળિયા સોસાયટી, પોતાના રહેણાક મકાને હાજર હોવાનું જાણવા મળ્યું હતું.
આ માહિતીના આધારે મહિલા પોલીસ કર્મચારી સાથે પોલીસે તેના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોપી મહિલા મળી આવતા તેને તેના પિતાની હાજરીમાં કસ્ટડીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ વધુ પૂછપરછ માટે તેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન મહિલાએ પોતે આ ગુનામાં પકડવાના બાકી હોવાનું સ્વીકારતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી હતી. ધોરણસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

