HomeGujaratહળવદમાં વેપારીની દુકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 1.30 લાખનો મુદ્દામાલ ચોરાયો

હળવદમાં વેપારીની દુકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 1.30 લાખનો મુદ્દામાલ ચોરાયો

હળવદના સરા રોડ પર આવેલા સાધના કોમ્પ્લેક્ષમાં આવેલી ‘મયૂર એસ. માણેક’ નામની વેપારી દુકાનમાં તસ્કરોએ ત્રાટકી અંદાજે રૂ. 1.30 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે સલાટ ફળી, ધાંગધ્રા દરવાજા અંદર, હળવદ ખાતે રહેતા રામસંગ બહાદુરસંગ ઠાકુર (ઉંમર 38 વર્ષ)એ હળવદ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તસ્કરે દિવસ કે રાત્રિના કોઈપણ સમયે દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ચોરી દરમિયાન દુકાનમાંથી અંદાજે 230 કિલોગ્રામ સોપારી તેમજ બાગબાન તમાકુના 50 ગ્રામના 50 ડબ્બા સહિત કુલ રૂ. 1,30,000ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW