HomeGujaratટંકારાના નેકનામ-પડધરી રોડ પર પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

ટંકારાના નેકનામ-પડધરી રોડ પર પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

ટંકારા પોલીસે અગાઉ ઝડપાયેલા અંગ્રેજી દારૂના જથ્થાના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રાજકોટમાં રહેતા રતાભાઈ ખોડાભાઈ રાતડિયા (ઉં. 34)ની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના સામપર (માધાપર) ગામના વતની રતાભાઈ અગાઉ નેકનામ-પડધરી રોડ પર બંધ બોડી ટ્રકમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ હતો. આ ગુનામાં અગાઉ કુલ 12 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે ફરાર આરોપીને હવે ઝડપી લઈ પોલીસે કોર્ટમાં રિમાન્ડ મેળવવાની સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW