HomeGujaratમોરબી કલેક્ટરે ‘ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ની મુલાકાત લઈ ડિઝાસ્ટર કામગીરીની સમીક્ષા કરી

મોરબી કલેક્ટરે ‘ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ની મુલાકાત લઈ ડિઝાસ્ટર કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની સજ્જતાની ચકાસણી કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ‘ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ (જિલ્લા કંટ્રોલ રૂમ)ની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે ભારે વરસાદ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકો તરફથી મળેલા ઇમરજન્સી કોલ્સ અને તે અન્વયે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી તથા રાહત-બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. 24×7 (રાઉન્ડ ધ ક્લોક) કાર્યરત કંટ્રોલ રૂમની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવીને સમગ્ર જિલ્લામાં નોંધાયેલા વરસાદી આંકડા, વિવિધ જળાશયો અને ડેમોની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.તેમણે તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહી સંકલનમાં કામગીરી કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત તેમજ ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,490SubscribersSubscribe

TRENDING NOW