HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શખ્સો રૂ.1.18 લાખના મુદામાલ સાથે ઝડપાયા

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શખ્સો રૂ.1.18 લાખના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી એલ.સી.બી. અને પેરોલ સ્ક્વોડની ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, ઉમા ટાઉનશીપ સ્થિત વૈભવ હાઇટ્સના ફ્લેટમાં અમીતભાઈ મનુભાઈ ઠોરીયા દ્વારા બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે અને જુગારધામ ચલાવવામાં આવે છે.

આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં ફ્લેટમાંથી તીનપત્તીનો જુગાર રમતા કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 1,18,500 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે અમીતભાઈ મનુભાઈ ઠોરીયા, પરેશભાઈ દયાળજીભાઈ પારેખ, રમેશભાઈ સામજીભાઈ જીવાણી, હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરીયા, જીતેશભાઈ નાથાભાઈ ઝાલા અને દિલીપભાઈ રતનભાઈ સંગાડા સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW