HomeGujaratમોરબીના ઘૂંટુ રોડ પર માત્ર 'ડેલો' બતાવવા જેવી નજીવી બાબતે યુવાનો પર...

મોરબીના ઘૂંટુ રોડ પર માત્ર ‘ડેલો’ બતાવવા જેવી નજીવી બાબતે યુવાનો પર પાઇપ-ધોકાથી હુમલો

મોરબીના ઘૂંટુ ગામની સીમમાં આવેલી આઈટીઆઈ સામે માત્ર ડેલો બતાવવા જેવી સામાન્ય બાબતને લઈને ત્રણ શખ્સોએ બે યુવાનો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને હાલ પીપળી ગામે રહેતા સુરેશભાઈ બાબુભાઈ રાઠોડએ આરોપી મુકેશભાઈ દેગામા, અમિત મુકેશભાઈ દેગામા (બંને રહે. પ્રકૃતિ સોસાયટી, મોરબી) તેમજ મુકેશભાઈ પાસે કામ કરતા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, સુરેશભાઈ અને મેહુલભાઈ તેમના મિત્ર રવિભાઈ પટેલને આરોપી મુકેશભાઈનો ડેલો બતાવવા માટે ગયા હતા. જોકે, આ બાબત આરોપીઓને પસંદ ન પડતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન મેહુલભાઈ વચ્ચે પડી ફરિયાદીને છોડાવવા જતાં આરોપી અમિતે લોખંડના પાઇપ વડે તેમના ડાબા હાથ પર હુમલો કરતા તેમને ફ્રેક્ચરની ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરતા મેહુલભાઈના નાકના ભાગે પણ ફ્રેક્ચરની ઇજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW