HomeGujaratવાંકાનેરના ચિત્રાખડામાં સરકારી જમીન પર ખનીજ ખનન ઝડપાયું, હિટાચી મશીન, વાહન અને...

વાંકાનેરના ચિત્રાખડામાં સરકારી જમીન પર ખનીજ ખનન ઝડપાયું, હિટાચી મશીન, વાહન અને કોલસો સહિત રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી એસ.ઓ.જી.ની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે ચિત્રાખડા ગામ ખાતે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી.

તપાસ દરમિયાન પોલીસે દાનાભાઈ બાલુભાઈ ડાભી રહે. વર્માધાર, તા. થાનગઢના જી.સુરેન્દ્રનગર તથા અમૃતભાઈ માધાભાઈ કેરાળીયા ઉન્ડવી રહે. (રાણીપાટ), તા. થાનગઢના જી.સુરેન્દ્રનગરવાળાઓના કબજા-ભોગવટાવાળી સરકારી જમીનમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે GJ-13-AX-7234 નંબરનું આશરે રૂ. 30 લાખ કિંમતનું વાહન તેમજ ટાટા કંપનીનું હિટાચી મશીન (સીરીયલ નં. SP21-46360) કિંમત રૂ. 50 લાખ કબજે કર્યું હતું.

આ ઉપરાંત સ્થળ પરથી આશરે 850 મેટ્રિક ટન જેટલો ગેરકાયદેસર અને શંકાસ્પદ કોલસો તેમજ ફાયર ક્લેનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ અંદાજે રૂ. 80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર મામલો ખાણ અને ખનીજ વિભાગને સોંપ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW