મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડને મળેલી ચોક્કસ માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી હરેશકુમાર રવજીભાઈ ઝાપડીયા (રહે. શિવધારા સોસાયટી, કુવાડવા, રાજકોટ, મૂળ વતન નાળીયેરી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર) કુવાડવા ચોકડી નજીક આવેલી માધવ હોટલ પાસે હાજર છે.
આ ચોક્કસ બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી નજર રાખી હતી અને સફળતાપૂર્વક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે, તે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા આશરે દોઢ વર્ષથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને વધુ કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.

