HomeGujaratહળવદમાં આવેલા બ્રાહ્મણી ડેમ-2 90% ભરાઈ જતા નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરાયા

હળવદમાં આવેલા બ્રાહ્મણી ડેમ-2 90% ભરાઈ જતા નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરાયા

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શકિત સાગર (બ્રહ્માણી-2) ડેમ લેવલ મુજબ 90% ભરાઈ ગયેલ છે, તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી વેસ્ટ વિયર દ્વારા નદીમાં વહેવડાવવાની જરૂરીયાત ઉભી થયેલ છે તો યોજનાના નીચવાસમાં આવતાં 9 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર, માનગઢ સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ગામના લોકોને તકેદારીના પગલા લેવા નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ મિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW