HomeGujaratમોરબીને સ્વચ્છ-સુંદર બનાવવા મહાનગરપાલિકાની અનોખી પહેલ: તમામ વોર્ડમાં યોજાઈ IEC એક્ટિવિટી

મોરબીને સ્વચ્છ-સુંદર બનાવવા મહાનગરપાલિકાની અનોખી પહેલ: તમામ વોર્ડમાં યોજાઈ IEC એક્ટિવિટી

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં IEC (Information, Education & Communication) એક્ટિવિટી યોજવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન નાગરિકોને ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ, ચાર ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. IEC એક્ટિવિટીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, કચરાના સ્ત્રોતે જ વિભાજનને પ્રોત્સાહન આપવાનો તથા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે. સ્ત્રોતે કચરાનું વિભાજન અને જનજાગૃતિ અસરકારક ઘન કચરા વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મોરબી મહાનગરપાલિકા તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બની પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા તથા શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW