મોરબી તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મકનસર ગામમાં જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ખુલ્લા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી ધીરૂભાઈ ભવનભાઈ થરેસા (ઉ.વ. 47), મહેશભાઈ ધીરૂભાઈ દેગામા (ઉ.વ. 28), જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેનભાઈ નરસીભાઈ થરેસા (ઉ.વ. 26), ચેતનભાઈ ચંદુલાલ ઘાટલીયા (ઉ.વ. 30), જયંતીભાઈ પરસોત્તમભાઈ ઝંઝવાડિયા (ઉ.વ. 45) અને વિજયભાઈ જગમલભાઈ થરેસા (ઉ.વ. 32) સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ મોરબી તાલુકાના મકનસર ગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે રૂ. 11,150ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

