HomeGujaratહળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ બાઈક અથડાતાં યુવકનું મોત

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ બાઈક અથડાતાં યુવકનું મોત

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર સુખપર ગામ નજીક ગત તા.26 જૂનના રોજ જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નલિયાટીંબા ગામના રહેવાસી પ્રવીણભાઈ બાબુભાઈ મકવાણા (ઉંમર 39 વર્ષ) જીજે-12-ઇડી-3931 નંબરનું બાઈક ચલાવી રહ્યા હતા.

તે દરમિયાન અચાનક એક ગાય બાઈકની સામે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં તેમણે બાઈક રોડની સાઇડ તરફ વાળ્યું હતું. જોકે, આગળ જઈ રહેલી એમપી-69-એ-1964 નંબરની ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ બાઈક અથડાતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગેનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW