HomeGujaratમોરબીના બેલા ગામ પાસે મોટર રીવાઇન્ડિંગની દુકાનમાંથી રૂ.1.42 લાખના કોપર વાયર અને...

મોરબીના બેલા ગામ પાસે મોટર રીવાઇન્ડિંગની દુકાનમાંથી રૂ.1.42 લાખના કોપર વાયર અને બેરિંગની ચોરી

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલા ખોડિયાર કોમ્પ્લેક્સમાં આવેલી એક મોટર રીવાઇન્ડિંગની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના માલસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકાના નેકનામ ગામના મૂળ વતની અને હાલ મોરબીના પંચાસર નાની કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વિવેકભાઈ મનસુખભાઈ ભાલોડીયા (ઉંમર 30) મોટર રીવાઇન્ડિંગનો વ્યવસાય કરે છે. તેમની ખોખરા હનુમાન રોડ પર આવેલા ખોડિયાર કોમ્પ્લેક્સમાં ‘શ્રી મેલડી કૃપા મોટર રીવાઇન્ડિંગ’ નામની દુકાન આવેલી છે.

ફરિયાદ મુજબ, મોડી રાત્રિના સમયે પાંચેક અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા ઢાંકી દુકાનના લોખંડના શટરને કોઈ ભારે સાધન વડે ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રહેલા અંદાજે 100 કિલો વેસ્ટ તથા નવા-જૂના કોપર વાયર, હાઇડ્રોલિક પુલર તેમજ વિવિધ સાઇઝના એસ.એસ. બેરિંગના પાંચ કાર્ટન સહિત કુલ રૂ. 1.42 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં વિવેકભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW