મોરબી
મોરબીના જોધપર મચ્છુ-2 ડેમ સાઇટ પરથી એક અત્યંત દુઃખદ અને કંપારી છૂટી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં મિત્રો સાથે ફરવા ગયેલા યુવાનોમાંથી ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે એક યુવાનને સ્થાનિકોની સતર્કતાથી બચાવી લેવાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ત્રાજપર અને આસપાસ વિસ્તારના ચાર મિત્રો જોધપર નજીક મચ્છુ-2 ડેમ ખાતે ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ચારમાંથી બે મિત્રો ડેમના પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા. જો કે, પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા બન્ને મિત્રો ડૂબવા લાગતા આસપાસના અન્ય લોકો બચાવવા દોડી ગયા હતા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો છે.
મોરબી ફાયર કંટ્રોલરૂમને બપોરે ૧૫:૪૨ વાગ્યે ૧૦૧ નંબર પર એક કટોકટીનો કોલ મળ્યો હતો કે, જોધપર મચ્છુ-2 ડેમમાં એક માણસ ડૂબી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને સમજીને મોરબી ફાયરની ટીમ તાત્કાલિક તમામ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો છે જ્યારે બીજો યુવાનજોકે વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયા ઉંમર 26 વર્ષ નામનો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
૨ કલાકની ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ:
પાણીમાં ગરકાવ થયેલા બીજા યુવાનની શોધખોળ માટે મોરબી ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સતત ૦૨ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ આખરે ફાયર ટીમે વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયાનો મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ૨૬ વર્ષના આશાસ્પદ યુવાનના મોતના સમાચાર વહેતા થતાં જ તાજપર ગામ અને તેના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ફાયર ટીમ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

