ગુજરાતમાં રાજ્ય સરકાર માટે સરકારી શાળાના શિક્ષકો જાણે જાદુઈ જિન હોય તેમ કામ કરવાનો વિચાર આવે એટલે પરિપત્રનો ચિરાગ ઘસે પછી શિક્ષકો પાસે મજા તેવી શિક્ષણ સિવાયની બીજી પ્રવૃત્તિઓ કરાવે વાર્ષિક પરીક્ષાઓ વચ્ચે એસઆઈઆર કામગીરી માંથી શિક્ષકો જોતરી દેવાયા હજુ તેમાંથી બહાર ન નીકળ્યા ત્યાં ચૂંટણી આવી ચૂંટણી પૂર્ણ ન થઇ ત્યાં વસ્તી ગણતરી આવી ગઈ વસ્તી ગણતરીની કામગીરી હજુ ચાલી રહી છે ત્યાં સરકારે હવે પ્રવેશોત્સવનો તાયફો કરવાની તૈયારી કરી દીધી છે
રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ નવું શૈક્ષણિક સત્ર ધમધમતું થયું છે. દર વર્ષની પરંપરા મુજબ, નવા શૈક્ષણિક સત્રમાં શાળાઓમાં બાળકોની સંખ્યા વધારવા, અધવચ્ચેથી અભ્યાસ છોડી ગયેલા (ડ્રોપ આઉટ) બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવા અને ખાસ કરીને ધોરણ-1 માં નવા બાળકોના નામાંકન માટે આગામી ૧૮ જૂનથી ૨૦ જૂન દરમિયાન મોરબી જિલ્લામાં ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ રાજ્યકક્ષાના કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં મંત્રીઓ અને સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરવ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન દરમિયાન જ આ અંગેનો લક્ષ્યાંક નક્કી કરી જરૂરી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
એક તરફ શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહ છે, તો બીજી તરફ વહીવટી કામગીરીના બોજને કારણે શિક્ષણ કાર્ય ખોરવાયું હોવાની ફરિયાદ ઉઠી છે. શિક્ષકોને પ્રવેશોત્સવની તૈયારીઓ સાથે વસ્તી ગણતરી અંતર્ગત ૧ હજારથી વધુ ઘરોનો સર્વે કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે .
શાળાઓ શરૂ થતાં જ બેવડી કામગીરી એકસાથે કઈ રીતે કરવી? તે મુદ્દે શિક્ષક સંગઠનોએ ઉગ્ર રજૂઆતો અને આવેદનપત્રો આપ્યા હતા. જેને પગલે કલેક્ટરે શિક્ષકોને ‘ઓન ડ્યુટી’ ગણી હાલ પૂરતી વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે. આ આદેશના કારણે હાલ મોરબીની શાળાઓમાં માત્ર ૨૦ ટકા જેટલા જ શિક્ષકો હાજર છે. પરિણામે, નવા સત્રના પ્રારંભે જ શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવાથી “આવી સ્થિતિમાં ગુજરાત કઈ રીતે ભણશે?” તેવા ગંભીર સવાલો અનેક સ્તરેથી ઉઠી રહ્યા છે.
કયા ધોરણમાં કેટલા બાળકોને પ્રવેશ અપાશે?
શિક્ષકો દ્વારા કરવામાં આવેલા સઘન સર્વે બાદ મોરબી જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન નીચે મુજબના આંકડાઓ સાથે બાળકોને પ્રવેશ અપાશે:
| ક્રમ | ધોરણ | પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા |
| ૧ | ધોરણ – ૧ (પ્રથમ વર્ગ) | ૧૦,૬૫૦ |
| ૨ | બાલવાટિકા | ૯,૧૦૮ |
| ૩ | આંગણવાડી | ૪,૨૬૮ |
| ૪ | ધોરણ – ૯ | ૬,૫૮૦ |
| ૫ | ડ્રોપ આઉટ (પુનઃ પ્રવેશ) | ૬૬૨ |
ગાંધીનગરથી સીધું મોનિટરિંગ: ડ્રોપ આઉટ બાળકોને શોધાયા
પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૮) પૂર્ણ કર્યા બાદ આર્થિક પરિસ્થિતિ, મજૂરી કામ કે નાના ભાઈ-બહેનોને સાચવવા જેવા સામાજિક કારણોસર જે બાળકોએ ધોરણ-૯ માં પ્રવેશ લીધો ન હતો, તેવો ડેટા ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ઓનલાઈન ટ્રેક થયો હતો. આ ડ્રોપ આઉટ થયેલા ૬૬૨ બાળકોને શોધી કાઢી, તેમના વાલીઓનું કાઉન્સેલિંગ કરીને નજીકની માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવા માટે શિક્ષકોએ ઘરે-ઘરે ફરીને ડેટા તૈયાર કર્યો છે.

