HomeGujaratવાંકાનેરમાં લોડિંગ કોન્ટ્રાક્ટ મુદ્દે બોલાચાલી બાદ હુમલો, ત્રણ સામે પોલીસ ફરિયાદ

વાંકાનેરમાં લોડિંગ કોન્ટ્રાક્ટ મુદ્દે બોલાચાલી બાદ હુમલો, ત્રણ સામે પોલીસ ફરિયાદ

વાંકાનેરના માટેલ-ઠુવા રોડ પર વિકાસ હોટેલ નજીક ભાડાના મકાનમાં વસવાટ કરતા અને રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના ભસૈઈ ડાંગ ગામના રહેવાસી ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જરે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગજરાજભાઈ છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં રહી વિવિધ સિરામિક ફેક્ટરીઓમાં લોડિંગના લેબર કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરે છે.

ફરિયાદ અનુસાર, આરોપી હરીસિંહ ટીકમસિંહ ગુર્જર સાથે ફરિયાદીના ભાગીદાર વિજયભાઈને એમ્બિટો સિરામિકમાં લોડિંગ કોન્ટ્રાક્ટ બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો મનદુઃખ રાખીને હરીસિંહે જોગેન્દ્ર રામધન ગુર્જર અને લોકેન્દ્ર શિવરામને ફરિયાદી પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, લોડિંગ કોન્ટ્રાક્ટના મુદ્દે આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી તેમના હાથમાં રહેલા ચાકુ અને ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW