HomeGujaratટંકારાના લેન્ડ ગ્રેબિંગ ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી વાંકાનેરથી ઝડપાયો

ટંકારાના લેન્ડ ગ્રેબિંગ ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી વાંકાનેરથી ઝડપાયો

મોરબી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સક્રિય કામગીરી કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અલ્તાફ અલીશા સરવદી ફકીર, મૂળ રહે. જીવાપર શેરી, ટંકારા અને હાલ વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં આરિફભાઈ મોગલના મકાનમાં છુપાયો છે.

બાતમીના આધારે એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરાર આરોપી અલ્તાફ અલીશા સરવદી ફકીર મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને ટંકારા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ કામગીરીથી ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસથી બચી રહેલા આરોપીને પકડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્ક્વોડને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW