HomeGujaratહળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત અને માથાભારે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે...

હળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત અને માથાભારે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત અને માથાભારે શખ્સ મોહિત હસમુખભાઈ પરમાર (રહે. બસ સ્ટેન્ડ પાછળ, હળવદ, જી. મોરબી) વિરુદ્ધ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી સમક્ષ મોકલવામાં આવી હતી. દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. સઘન શોધખોળ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW