HomeGujaratમોરબીમાં મહિલાના ગળામાંથી રૂ.1.75 લાખની સોનાની ચેઇન ઝૂંટવી આરોપી ફરાર

મોરબીમાં મહિલાના ગળામાંથી રૂ.1.75 લાખની સોનાની ચેઇન ઝૂંટવી આરોપી ફરાર

મોરબીના શનાળા રોડ પર આવેલી સત્યમપાનવાળી શેરી, ભક્તિનગર વિસ્તારમાં રહેતા અને લાતી પ્લોટના મુનનગર ચોક ખાતે આવેલી સવેરા ટાઈમ્સ ઘડિયાળ ફેક્ટરીમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતાએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ચીલઝડપ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ભાવેશભાઈ તેમની પત્ની સાથે એક્ટિવા પર ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સે તેમની પત્નીના ગળામાં પહેરેલી આશરે દોઢ તોલા વજનની અને અંદાજે રૂ. 1.75 લાખ કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. બનાવને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW