HomeGujaratમોરબી: જાંબુડીયા ગામે પ્રેમલગ્નની અદાવતમાં દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા-ભાઈ...

મોરબી: જાંબુડીયા ગામે પ્રેમલગ્નની અદાવતમાં દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા-ભાઈ સામે ગુનો દાખલ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક આવેલી નીલકંઠ (સોરોના) સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામના વતની આરદીપભાઈ મુકેશભાઈ દાણાએ મોરબી તાલુકા પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરદીપભાઈએ આરોપી બાબુભાઈ કાળાભાઈ પરમારની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન બાબતથી અસંતુષ્ટ રહેલા બાબુભાઈ કાળાભાઈ પરમાર અને તેમના પુત્ર ભરતભાઈ બાબુભાઈ પરમાર, બંને રહેવાસી થાનગઢ (જિલ્લો સુરેન્દ્રનગર), છરી સાથે ફરીયાદીની લેબર કોલોનીમાં પહોંચ્યા હતા. આરોપીઓએ પોતાની જ પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને આરદીપભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW