HomeGujaratમોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પતિને ધમકાવી 4 દુર લઇ ગયા એક શખ્સે મહિલા...

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પતિને ધમકાવી 4 દુર લઇ ગયા એક શખ્સે મહિલા પર આચર્યું દુષ્કર્મ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં હોવાના રેન્જ આઈજીના દાવાના આગલા દિવસે પોલીસના દાવા પોકળ સાબિત કરતી ઘટના બની હતી  માનવતા શરમાવે તેવી આ ઘટના ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર સબસલામત હોય તેવો આભાસ કરાવી રહી છે .

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને  ખેત મજુરી કામ કરતો એક શ્રમિક પરિવાર આખો દિવસ ખેતરમાં મજુરી કરી પરિવારનું પાલન પોષણ કરી રહ્યું હતું. જોકે આ ગરીબ પરિવાર પર ગત તા 4 ના રોજ અણધારી આફત તૂટી પડી હતી. ગત તા 4 ના રોજ શ્રમિક પરિવાર તેના વાડીમાં આવેલી ઓરડીમાં હતું ત્યારે 5 અજાણ્યા શખ્સ ત્યાં આવી પહોચ્યા હતા. જેમાંથી 4 શ્રમિકને ધમકાવી તેની ઓરડીથી દુર લઇ ગયા હતા જયારે એક શખ્સ ત્યાં રોકાયો હતો અને 2 વર્ષના બાળકની નજર સામે આ લા અજાણ્યા શખ્સે તેની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પોતાની હવસનો શિકાર બનાવી હતી બનાવની સમસમી ગયેલા આ પરિવારે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા 5  શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી પોલીસે ફરિયાદ આધારે અજાણ્યા  શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધી તમામ ની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW