HomeGujaratવાંકાનેર: ચંદ્રપુરની સીમમાં જાહેરમાં તીનપત્તી રમતા 5 જુગારીઓ ઝડપાયા, રૂ. 14,100ની રોકડ...

વાંકાનેર: ચંદ્રપુરની સીમમાં જાહેરમાં તીનપત્તી રમતા 5 જુગારીઓ ઝડપાયા, રૂ. 14,100ની રોકડ જપ્ત

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રપુર ગામની સીમ વિસ્તારમાં પહોંચી હતી. તે દરમિયાન જાહેર સ્થળે કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં અજમલભાઈ મામદભાઈ પીંડાર (ઉ.વ. 21), રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી (ઉ.વ. 30), મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર (ઉ.વ. 32), જુનેજભાઈ અમીભાઈ પીંડાર (ઉ.વ. 32) અને ઇસ્માઇલભાઈ અલીભાઈ કડીવાર (ઉ.વ. 46)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ચંદ્રપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 14,100નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW