મોરબીમાં અનાજ કરીયાણાના વ્યવસાય સાથે જોડાયેલા એક યુવાન એક સ્પામાં હરિયાણાનીની એક યુવતી સાથે પરિચય થયો હતો ફોન નંબર આપલે કરી વાતચીત શરુ કરી હતી આ યુવતીએ પોતાનું ખોટું નામ આપી અને પતિ સાથે છુટા છેડા થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. આ યુવતીએ સ્પાનો વ્યવસાય મૂકી તેની સાથે લગ્ન કરવામાં માગતી હોવાનું કહી પ્રેમ જાળમાં ફસાવ્યો હતો બાદમાં જયારે યુવાને લગ્નની વાત કરી હતી જોકે પોતાના પરિવારની જવાબદારી હોવાનું કહી લગ્ન બાદમાં કરશે તેમ કહી બહાના કર્યા હતા આ દરમિયાન તેની મહિલા મિત્ર સાથે પણ અવાર નવાર મળતા હતા આ સમયગાળા દરમિયાન પોતાના વતનમાં ઘર બનાવવાના હોવાથી મદદ પેટે રૂ 1 લાખ ઉછીના આ યુવાન પાસેથી લીધા હતા જે વધુ વિશ્વાસ આવે એટલે થોડા સમયમાં પરત આપી દીધા હતા જોકે બાદ વાંરવાર પૈસા લેતી અને થોડા પાછા આપતી હતી
યુવાનને વિશ્વાસમાં લઇ અલગ અલગ સમયે તેના પૈસાથી સોનાના દાગીનાની ખરીદી કરી હતી તેમજ એક 70 હજારનો અને એક 90 હજારનો એમ બે મોબાઈલ પણ આ યુવતીએ આ યુવાનન રૂપિયા પાસેથી લીધા હતા પ્રેમમાં આંધળો બનેલા આ યુવાને અલગ અલગ સમયે કુલ 19 લાખ જેટલી રકમ ઉધાર પેટે લીધી હતી આ યુવાને આટલી મોટી રકમ આપી દીધા બાદ આ યુવતીએ પોતાનો અસલી રંગ દેખાડ્યો અને હવે તેની સાથે લગ્ન નહી કરે અને રૂપિયા મોબાઈલ પછી પરત આપી દેશે તેમ કહી બહાના બતાવ્યા હતા
આ યુવાનને દિલ્હી મોબાઈલ અને રોકડ રૂપિયા આપવા માટે બોલાવ્યો હતો અને ત્યાં તેના વિરુદ્ધ ખોટી પોલીસ અરજી આપી બ્લેક મેઈલ કરવા પ્રયાસ કર્યો હતો વાંરવાર ફોન પર આ યુવતી સંજય નામનો શખ્સ અને પોલીસ તરીકે ઓળખ આપતા શખ્સ દ્વારા યુવાનને ધમકાવવામાં આવતા યુવાને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં આ યુવતી તેના કથિત પતિ સંજય અને પોલીસ તરીકે ઓળખ આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

