HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાં રૂ. 3.81 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત...

મોરબીના મહેન્દ્રનગરમાં રૂ. 3.81 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ અને આધુનિક શહેરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંદાજિત રૂ. 3.81 કરોડના સ્ટ્રોમ વોટર તથા ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ નાગરિકોને વધુ સારી સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે જ વિસ્તારના સર્વાંગી વિકાસને પણ નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડ નંબર-03ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW