મોરબી તાલુકાના પીપળી જુના ગામમાં પશુપાલકના વાડામાંથી ભેંસ અને બે પાડીની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરો રાત્રિના સમયે વાડામાંથી પશુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ફરિયાદી મહેશભાઈ નાજાભાઈ મુંધવા (ઉ.વ. 39), રહે. પીપળી જુના ગામ, પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા ચોર ઈસમોએ તેમની માલિકીની એક કાળા રંગની ભેંસ તથા બે ખડેલા પાડી, કુલ અંદાજિત રૂ. 1,10,000 કિંમતના પશુઓ ઢોર ચોરી કરી લઈ ગયા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

