મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શ્રી રામ પેકેજીંગ સીરામિકની લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા 28 વર્ષીય શ્રમિક યુવાન અજીતકુમાર કૃષ્ણદેવ યાદવે ગત તારીખ 16/01/2026ના રોજ પોતાના રૂમમાં કોઈ કારણોસર જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. ગળેફાંસો ખાઈ લેવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનના મુત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે.

