HomeGujaratમોરબીના ગાળા ગામના બંધ કારખાનામાં રૂ. 2.05 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: LCBએ...

મોરબીના ગાળા ગામના બંધ કારખાનામાં રૂ. 2.05 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: LCBએ રિક્ષા-બાઇક સાથે 4 તસ્કરોને દબોચ્યા

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બંધ હાલતમાં રહેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં અજાણ્યા તસ્કરો દ્વારા મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

ફરિયાદ મુજબ, કારખાનું બંધ હોવાના લાભ લઇ અજાણ્યા ચોર ઇસમોએ સુર્યાસ્તથી સુર્યોદય દરમિયાન ગુનાહિત પ્રવેશ કર્યો હતો. ચોરોએ કારખાનામાંથી સી.સી.ટી.વી. સિસ્ટમનું એન.વી.આર. અંદાજે રૂ.10,000, સોની કંપનીનું ટીવી રૂ.20,000, બે સી.સી.ટી.વી. કેમેરા રૂ.5,000, વિજ કરંટ પસાર કરતી કોપરની પ્લેટ નંગ-8 કિંમત રૂ.1,00,000, પ્રેસ મશીન પાસે લાગેલ અંદાજે 40 ફૂટ કોપર કેબલ રૂ.40,000 તથા ઇલેક્ટ્રીક પેનલથી કંટ્રોલર સુધીનો ઇન્ટરલોક કોપર કેબલ અંદાજે 40 ફૂટ રૂ.30,000 મળી કુલ રૂ.2,05,000 જેટલો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ આ ગુનાની તપાસ માટે મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી કે લીલા રંગની CNG ઓટોરિક્ષા (GJ-36-U-7710) તથા સ્લેન્ડર મોટરસાયકલ (GJ-14-AH-4338) સાથે ચાર શખ્સો રવિરાજ ચોકડી ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર હાજર છે અને તેમના પાસે ચોરીનો મુદ્દામાલ છે.

પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરતા ચાર આરોપી રમેશભાઈ ઉર્ફે પોયો મનુભાઈ વાધેલા (શક્તિપારા, વાંકાનેર), હમીરભાઈ બહાદુરભાઈ વાધેલા (ગઢડા), અજયભાઈ ઉર્ફે અજીત સુરાભાઈ વાધેલા (ગઢડા) તથા રણજીતભાઈ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઈ માથાસુરીયા (હાલ શક્તિપારા, મૂળ દેવસર)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ.1,94,800નો ચોરીનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જેમાં હમીરભાઈ ધનજીભાઈ માથાસુરીયા, ધનજીભાઈ વેરશીભાઈ માથાસુરીયા (દેવસર, ચોટીલા), હેમંતભાઈ સેરાભાઈ વાધેલા (ધામેલ, દામનગર) તથા સુરેશભાઈ બચુભાઈ સાડમીંયા (સરધાર, રાજકોટ)નો સમાવેશ થાય છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW