HomeGujaratમોરબીના માનસર-ખેવાળીયા રોડ પર ગાંડા બાવળથી વાહનચાલકો પરેશાન, જંગલ કટીંગની માંગ

મોરબીના માનસર-ખેવાળીયા રોડ પર ગાંડા બાવળથી વાહનચાલકો પરેશાન, જંગલ કટીંગની માંગ

મોરબી તાલુકાના માનસરથી ખેવાળીયા ગામ સુધી જતા ડામર પટ્ટી રોડ પર રસ્તાની બાજુમાં ગાંડા બાવળનું વધુ પ્રમાણ વધતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રોડ પર વાહનો ઓવરટેક કરતી વખતે જંગલી બાવળ અવરોધરૂપ બનતા અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે.

સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે, ચોમાસા પહેલા રોડની બાજુમાં આવેલા ગાંડા બાવળ અને જંગલી ઝાડીઓનું તાત્કાલિક કટીંગ કરવામાં આવે જેથી માર્ગ વધુ સુરક્ષિત અને અવરજવર માટે સરળ બની શકે. લોકો દ્વારા સંબંધિત તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW