HomeGujaratયુવાનને સમાધાન માટે બોલાવ્યા બાદ થયો ઝઘડો છરીના ઘા ઝીકી કરાઈ હત્યા

યુવાનને સમાધાન માટે બોલાવ્યા બાદ થયો ઝઘડો છરીના ઘા ઝીકી કરાઈ હત્યા

માળીયા મિયાણા તાલુકાના ન્યુ નવલખી ટાટા નગર વિસ્તારમાં રહેતા હસનભાઈ અબ્દુલભાઈ સોતા દ્વારા આરોપી આસિફ ઇલિયાસ દલ તથા હુસેન ઇબ્રાહિમભાઈ સાઈચા, બંને રહે. ન્યુ નવલખીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ આરોપી આસિફ ઇલિયાસ દલ ફરિયાદીના કૌટુંબિક બનેવી થાય છે. ફરિયાદીના નાના ભાઈ અબ્બાસ અબ્દુલભાઈ સોતા અને આસિફની બહેન વચ્ચે ફોન પર વાતચીત અને મેસેજિંગ થતા બંને પરિવારો વચ્ચે અગાઉથી મનદુઃખ ચાલતું હતું. આ વિવાદનો અંત લાવવા માટે ગઈકાલે પીપળીયા ચાર રસ્તા નજીક સમાધાન બેઠક રાખવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓએ અચાનક ઉશ્કેરાઈ હુમલો કર્યો હતો. જેમાં આસિફ ઇલિયાસ દલે અબ્બાસ ઉપર છરી વડે હુમલો કરી ઘા ઝીંક્યા હતા, જ્યારે હુસેન ઇબ્રાહિમભાઈ સાઈચાએ ફરિયાદી હસનભાઈ તથા સાહેદ સુલતાન પર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW