HomeGujaratઆકરા તાપમાં યુવાનોએ છાસ વિતરણ કરી લોકોને ગરમીથી રાહત અપાવી

આકરા તાપમાં યુવાનોએ છાસ વિતરણ કરી લોકોને ગરમીથી રાહત અપાવી

મોરબીમાં દિલ સે ફાઉન્ડેશન દ્વારા ગરમીના દિવસોને ધ્યાનમાં રાખી છાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, શિયાળામાં ધાબળા અને સ્વેટર વિતરણ, બાળકો તથા વૃદ્ધોને ધાર્મિક ફિલ્મો દર્શન માટે લઈ જવા, વૃદ્ધાશ્રમમાં જમણવારનું આયોજન તેમજ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપયોગી કીટનું વિતરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

હાલમાં દિલ સે ફાઉન્ડેશન દ્વારા ક્લીન અપ મોરબી ટીમ સાથે મળીને શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ડ્રાઇવ યોજાશે. આ સેવાકીય અભિયાનમાં વધુમાં વધુ મોરબીવાસીઓ જોડાઈ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સહભાગી બને તેવી દિલ સે ફાઉન્ડેશન અને ક્લીન અપ મોરબી ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW