HomeGujaratમોરબી: ગાળો બોલવાની ના પાડતા યુવક પર હુમલો અને કારમાં તોડફોડ

મોરબી: ગાળો બોલવાની ના પાડતા યુવક પર હુમલો અને કારમાં તોડફોડ

મોરબીના સરદારનગર-2 વિસ્તારમાં રહેતા અને મૂળ સરવડ ગામના વતની નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયાએ માળીયા પોલીસ મથકમાં આરોપી ચિરાગભાઈ રમેશભાઈ ગામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી વારંવાર તેમના માતા-પિતા તેમજ કાકા-કાકી સાથે ગાળો બોલતો હતો. આ બાબતે ગાળો બોલવાની મનાઈ કરતાં આરોપીએ નિલેશભાઈ અને તેમના સાથીને પણ અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત આરોપીએ શેરીમાં પાર્ક કરેલી નિલેશભાઈની ગ્રે કલરની સ્વિફ્ટ VDI કાર (નંબર RJ-03-FK-3197) પર લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW