HomeGujaratમાળીયાના જૂના અંજીયાસર ગામે કૌટુંબિક ઝઘડામાં મહિલાને ધોકા વડે માર માર્યો, ચાર...

માળીયાના જૂના અંજીયાસર ગામે કૌટુંબિક ઝઘડામાં મહિલાને ધોકા વડે માર માર્યો, ચાર શખ્સો સામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના જૂના અંજીયાસર ગામમાં રહેતી સાઈનાબેન ઉર્ફે સાહીનાબેન ફારૂકભાઈ મોવરે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફારૂક નીજામભાઈ મોવર, નીજામભાઈ હબીબભાઈ મોવર, સાઉદીન હબીબભાઈ મોવર અને જુસબભાઈ નીજામભાઈ મોવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની મોટી બહેન સલમાબહેન અને તેમના જેઠ હસનભાઈ વચ્ચે બાળકોને લઈને સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી, ત્યારે સાઈનાબેન સમજાવવા માટે ગયા હતા. આ બાબત આરોપીઓને ન ગમતાં તેઓએ જૂનો રોષ રાખી સાઈનાબેન સાથે ગાળો આપી બોલાચાલી કરી હતી. બાદમાં ઝપાઝપી કરી તેમના વાળ ખેંચી જમીન પર પાડી દીધા હતા તેમજ ઢીકાપાટુ અને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW