HomeGujaratમોરબીની કુબેર ટોકીઝ પાછળ જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, ₹15 હજારની રોકડ...

મોરબીની કુબેર ટોકીઝ પાછળ જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, ₹15 હજારની રોકડ જપ્ત

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખતી હતી. આ દરમિયાન મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને સ્થળ પરથી પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા.

પકડાયેલા આરોપીઓમાં રવિભાઈ બળદેવભાઈ સોલંકી, દેવજીભાઈ પરશોતમભાઈ વરાણિયા, દિનેશભાઈ બાબુભાઈ વધિયારા, હરજીભાઈ રાજાભાઈ ગામારા અને જયશુખભાઈ કરશનભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ શોભેશ્વર રોડ નજીકના મફતીયાપરા વિસ્તારમાં રહે છે.

પોલીસે સ્થળ પરથી રૂપિયા 15,000ની રોકડ રકમ જપ્ત કરી અને આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW