મોરબી ખાતે આવતી તા. 11/05/2026ના રોજ પ્રખ્યાત વૈદ્યરાજ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા સરિતા પ્રાકૃતિક ફાર્મ (નારણકા) દ્વારા કરવામાં આવ્યું છે. આ કથામાં હજુ પણ બે થી ત્રણ સહ-આયોજકોની જરૂર છે. સહ-આયોજક તરીકે જોડાવા માટે સહયોગ રકમ રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી છે. તે ઉપરાંત કાર્યક્રમના ખર્ચ માટે બેનર દ્વારા પણ સહયોગ મેળવી શકાય છે. 5×3 ફૂટ સાઇઝના બેનર લગાવવા માટે રૂપિયા 5,000 નક્કી કરવામાં આવ્યા છે.
મોરબીની જનતા માટે આ આયુર્વેદ કથા સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે આયુર્વેદિક, સ્વાસ્થ્યપ્રદ અને ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે સ્ટોલની પણ વ્યવસ્થા રહેશે. સ્ટોલ માટે એક ટેબલ તથા જરૂરી જગ્યા નિઃશુલ્ક આપવામાં આવશે. સહ-આયોજક તરીકે જોડાવા ઇચ્છુક, બેનર લગાવવા માંગતા અથવા સ્ટોલ રાખવા ઇચ્છતા લોકો મો. નં. 94262 32400 પર સંપર્ક કરી શકે છે.
કથાનો સમય 11મી તારીખે, સોમવારના રોજ રાત્રે 8:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી રહેશે. કાર્યક્રમનું સ્થળ પટેલ સમાજ વાડી, શનાળા રાખવામાં આવ્યું છે. આરોગ્ય કથા હોવાથી ભોજન, ચા અથવા ઠંડા પીણાંની વ્યવસ્થા રાખવામાં આવશે નહીં. જોકે આરોગ્યપ્રદ પીણાનું સ્વાગત રહેશે. મોરબીમાં મહેન્દ્રસિંહ સરવૈયાની આ ત્રીજી કથા છે અને અંદાજે 2000 જેટલા લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

