HomeGujaratમોરબી જિલ્લામાં ‘સીમા સંમેલન’નું આયોજન, રાષ્ટ્રીય ચેતના અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો...

મોરબી જિલ્લામાં ‘સીમા સંમેલન’નું આયોજન, રાષ્ટ્રીય ચેતના અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

મોરબી જિલ્લામાં સુરક્ષા, સંગઠન અને સ્વાવલંબનના ઉદ્દેશ સાથે સીમા જાગરણ મંચ દ્વારા ‘સીમા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશની સરહદોની સુરક્ષા, સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવવાનો છે.

આ કાર્યક્રમ તા.3 મે 2025ના રોજ, રવિવારે સાંજે 5:00 વાગ્યે શ્રી કાનસ્યામજી બાપુની જગ્યા, ટીંકુડા ખાતે યોજાશે. કાર્યક્રમમાં સરહદી વિસ્તારોમાં જન-જાગરણ, રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ અને સીમાવર્તી ગામોના સામાજિક-આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

આયોજકો દ્વારા તમામ નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રહિતના આ અભિયાનમાં જોડાવા આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદ ગ્રહણની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW