HomeGujaratમાળીયામાં અગાઉ થયેલ જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો

માળીયામાં અગાઉ થયેલ જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો

માળીયા મીયાણા શહેરના જખરીયા પાટી વોર્ડ વિસ્તારમાં રહેતા ગુલામ જુનસ જેડા દ્વારા માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ તેમના કાકાના દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાન આરોપી મયુદિન અબ્બાસભાઈ માલાણી રહે. જખરીયા પીંઢ વિસ્તાર, માળીયા મીયાણા મોટરસાઇકલ ધીમી ચલાવવા બાબતે કહેતાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.

આ બાબતનો મનદુઃખ રાખી આરોપીએ બાદમાં ફરીયાદી ગુલામ જેડા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી દરમિયાન ગાળો આપી ઝપાઝપી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલી છરી વડે ગુલામ જેડાને જમણા પડખાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાને પગલે માળીયા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW