HomeGujaratશહેરને સ્વચ્છ બનાવવા આપો આઈડિયા, આ રીતે મોકલો સજેશન

શહેરને સ્વચ્છ બનાવવા આપો આઈડિયા, આ રીતે મોકલો સજેશન

રાજકોટ મહાનગર પાલિકાને સ્વછતા સર્વેક્ષણમાં મોટી પછડાટ લાગી છે. 10 લાખથી વધુ વસ્તીની કેટેગરીમાં રાજકોટનો ક્રમ 11મો રહ્યો છે. જ્યારે નેશનલ રેંકમાં 33 માં ક્રમે છે. આ પરિણામ આવતાની સાથે જ સ્વછતા સર્વેક્ષણ 2022 માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

આ માટે ઈનોવેટિવ ટેક્નોલોજીનું આયોજન કર્યું છે. મહાનગર પાલિકાએ આ ચેલેન્જ માટે શહેરના કોઈ પણ નાગરિક, સંસ્થાઓ તરફથી સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટમાં રીયલ ટાઈમ મોનિટરિંગ તેમજ જાહેર ફરિયાદના વાસ્તવિક સમયના ઉકેલનું સંચાલન કરવા માટેની કોઈ પણ એપ્લિકેશન અથવા કાર્યક્ષમ સ્વચ્છ ભારત મિશન કામગીરીમાં શહેરને મદદ કરતી અન્ય કોઈપણ ઉકેલ વ્યવસ્થા માટે અરજી મંગાવવામાં આવી છે. સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જમાં ભાગ લેવા માટે મહાનગર પાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ અંગેની વધું માહિતી મનપાની વેસ્ટ ઝોન કચેરીમાં આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત તે કચેરીનો dutuvar@rmc.gov.in પરથી વિગત માગી શકાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW