HomeGujaratમોરબીમાં કાર્ગો કેફેમાં યુવક પર હુમલો, મેનેજર અને પાર્ટનર સામે ફરિયાદ

મોરબીમાં કાર્ગો કેફેમાં યુવક પર હુમલો, મેનેજર અને પાર્ટનર સામે ફરિયાદ

મોરબી શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટીના કંકુ હાઈટ્સ ફ્લેટમાં રહેતા માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડિયા દ્વારા કાર્ગો કેફેના મેનેજર આશીષભાઈ તેમજ કેફેના પાર્ટનર હીરેનભાઈ (બંને રહે. મોરબી) વિરુદ્ધ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, રાત્રિના અંદાજે અગિયાર વાગ્યાના સમયે ફરિયાદી પોતાના મિત્રની પાર્ટી પૂર્ણ થયા બાદ રવાપર-ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ બહાર હતો. તે સમયે હાથ ધોવા માટે નજીક આવેલ કાર્ગો કેફેમાં ગયો હતો. ત્યાં કોઈ કારણસર મેનેજર આશીષભાઈ સાથે બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન આશીષભાઈએ ફરિયાદીને ગાળો બોલી મારામારી શરૂ કરી ઢીકાપાટુ માર્યો હોવાનું જણાવાયું છે. ત્યારબાદ કેફેના પાર્ટનર હીરેનભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્લાસ્ટિકના પાઈપ વડે ફરિયાદીના માથા, ડાબા પગના સાથળ તથા ચહેરા પર માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે માનવભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW