HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં ભીષણ આગ: ગિફ્ટ આર્ટિકલની ફેક્ટરીમાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડે...

મોરબીના લાતી પ્લોટમાં ભીષણ આગ: ગિફ્ટ આર્ટિકલની ફેક્ટરીમાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

મોરબી: મોરબીના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા લાતી પ્લોટમાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. લાતી પ્લોટ શેરી નંબર 6 માં આવેલી એક જાણીતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

મળતી વિગતો મુજબ, લાતી પ્લોટ નંબર 6 માં આવેલી ‘વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ’ નામની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ સૌપ્રથમ ફેક્ટરીના કલર વિભાગમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. કલર અને કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને થંભાવી દેવામાં આવી હતી, જેને પગલે આસપાસના અન્ય એકમો અને રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે, ફેક્ટરીમાં રહેલા માલસામાન અને મશીનરીને વ્યાપક નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW