HomeGujaratવાંકાનેરના રાતાવિરડામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકાનેરના રાતાવિરડામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર, રોસા સિરામિક સામે આવેલા એક દવાખાનામાં સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા નામનો વ્યક્તિ કોઈ માન્ય ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો અને એલોપેથીક દવાઓનો જથ્થો રાખીને દર્દીઓની સારવાર કરતો હતો.

આ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતાં પી.એચ.સી. ઢુવાના તબીબી અધિકારીને સાથે રાખી સ્થળ પર રેડ કરવામાં આવી. તપાસ દરમિયાન આરોપી સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા, રહે. રાતાવિરડા ગામ, તેની દુકાનમાંથી વિવિધ કંપનીઓની દવાઓ જેવી કે ટેબ્લેટ, સીરપ, ક્રીમ, ઇન્જેક્શન તેમજ સ્ફીગ્મોમેનો મીટર , સ્ટેથોસ્કોપ વગેરે સાધનો સાથે ઝડપાયો.

જપ્ત કરવામાં આવેલા માલમાં અંદાજે રૂપિયા 43,100ની દવાઓ અને રૂપિયા 2,000 રોકડ મળી કુલ રૂપિયા 45,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ અને કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW