HomeGujaratઅર્જુન કપૂર તથા મલાઈકા અરોરા વચ્ચે ઝઘડો થયો

અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા વચ્ચે ઝઘડો થયો

મુંબઈ, સોમવાર

   અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધોની વાતો સામે આવવા લાગી ત્યારે ઘણાં લોકો ચોંકી ગયા હતા. અમુક લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા. અર્જુન કપૂર તથા મલાઈકા અરોરાએ પોતાના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે. સો.મીડિયામાં બંનેની તસવીરો અવાર-નવાર વાઇરલ થતી હોય છે. હાલમાં બી-ટાઉનમાં એવી ચર્ચા થઈ રહી છે કે અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા વચ્ચે ઝઘડો થયો છે અને મલાઈકા ઘણી જ નારાજ છે.

   હાલમાં જ અર્જુન કપૂરે ડિરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ શૂટિંગ બાદ અર્જુન કપૂર અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહેશે.મહારાષ્ટ્રમાં થિયેટર ઓપન થયા બાદ ફિલ્મના શૂટિંગ ધડાધડ શરૂ થયા છે. કોરોનાને કારણે છેલ્લાં ઘણાં સમયથી કામ એકદમ ધીમી ગતિએ થતું હતું. હવે કામમાં સ્પીડ આવી છે. અર્જુન કપૂર એક પછી એક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે આગામી બે મહિના સુધી ફ્રી પડે તેમ નથી. અર્જુન કપૂર ક્રિસમસ તથા ન્યૂ યરમાં પણ બિઝી જ રહેશે અને તે રજા લેવાનો નથી. આ જ કારણે મલાઈકા નારાજ છે. બંને વચ્ચે આ અંગે દલીલો થઈ હોવાનું પણ સૂત્રો માની રહ્યા છે. અર્જુન ક્રિસમસ તથા ન્યૂ યરના દિવસોમાં પણ બિઝી હોવાથી મલાઈકા પોતાની ગર્લ ગેંગ સાથે સેલિબ્રેટ કરશે તેવી ચર્ચા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW